ઓલ ઇન્ડિયા પ્રોફેસનલ કોંગ્રેસ, રાજકોટ

 

રાજકોટ યુવક કોંગ્રેસ અને ઓલ ઇન્ડિયા પ્રોફેસનલ કોંગ્રેસ, રાજકોટ 

સૂચનો અને પ્રશ્નો

 

પ્રશ્ન ૧ :     ગ્રામ્ય વિસ્તાર તેમજ શહેરી વિસ્તાર નું આયોજન એ મ્યુનિસિપલ કોર્પોરેશન ની                        જવાબદારી છે,૨૧ મી સદી ના બે દાયકાઑ પૂર્ણ થઈ ગયા છે, આમ છતાં પણ કેમ                     “એડવીન લૂટીએન” ની યોજના ઑ મહદ અંશે ટક્કર આપે છે? શું આ આપણા                          આયોજનકારો  ની બુદ્ધિ ક્ષમતા ઉપર પ્રશ્નાર્થ ચિન્હ નથી?

પ્રશ્ન ૨ :     જમીન નિયમન અને ઇમારત નું બાંધકામ જેમાં ગુજરાત પાસે અઢળક આધુનિક                         ઇમારતો છે, બીજી તરફ અન્ય દેશ ની ટેકનોલોજી ને આપણે અપનાવી રહ્યા છીએ                     તો આપણા આયોજનકાર શું કરે છે? એમાં થોડી ઘણી ઘાલમેલ કરી ને વાહવાહી                     લેવા નું આયોજન ? મેક ઇન ઇન્ડિયા નો તો છેદ ઊડી ગયો કહેવાય કે નહીં? આવાસ                 યોજના ના મકાન ની સંખ્યા અને ફૂટપાથ ઉપર રહેનાર ની સંખ્યા માં તફાવત કેમ ?                     જ્યારે આ દેશ ના બંધારણ માં સૂચવ્યું  છે કે લોકો ના રહેવા ની સુવિધા                                     ની  જવાબદારી સરકાર ની છે  નૈતિક્તા અને નીતિશાસ્ત્ર ને શબ્દકોશ થી જમીન                     ઉપર લાવવા માં કોણ રોડા નાખે છે?  

પ્રશ્ન ૩ :    મ્યુનિસિપલ કોર્પોરેશન સમયાંતરે કર વસૂલાત માં રાહત આપે છે. ગરીબ વર્ગ અને                    મધ્યમ વર્ગ માટે તો આ ખૂબ સારી બાબત છે પણ જેની પાસે કરોડો રૂપિયા ની                       આવક છે એને પણ છૂટછાટ મળી જાય છે આમ કરવા થી તો સરકાર ની તિજોરી પર                  ખંજર ભોકવા જેવી વાત છે શું કર ના માળખાની જડ મૂળ થી બદલાવ નથી માગતું 

પ્રશ્ન ૪ :    રાજ્ય માં મ્યુનિસિપલ કોર્પોરેશન એ કેટલી સરકારી શાળા બાંધી? એમાં અંગ્રેજી                        માધ્યમ ની કેટલી શાળા બાંધી ? અંગ્રેજી માધ્યમ તો છોડો આપણી ઉર્દૂ , પાલી અને                 સંસ્કૃત ભાષા લુપ્ત થવા પર છે કેટલી નવી શાળા બાંધી છે? આ શું પાકિસ્તાન કે                         ચાઇના ની ભાષા છે ? 

પ્રશ્ન ૫ :     હવા ના પ્રદૂષણ ના સ્તર માપવા ના મીટર મૂક્યા છે એનો ડેટા કઇ વેબસાઇટ પર                     ક્યારે અપડેટ કરાઈ છે ? શું શહેરી ઔધ્યોગિકરણ ના ભોગે આખા શહેર પ્રદૂષણ ના                 કસ લેવા ના છે ? કે પછી ચાઈના ની જેમ ઓક્સિજન ની બોટલ વેંચી ને કોર્પોરેશન                     રેવન્યુ જનરેટ કરવા ની તૈયારી કરે છે?

પ્રશ્ન ૬ :      નવા ભેળવેલા ગ્રામ્ય વિસ્તાર લાઇટ , પાણી ના ઠેકાણા નથી આ ઉપરાંત રાજકોટ                     શહેર તો ચોમાસા માં ટાપુ માં ફેરવાઇ જાય છે તો આમાં પણ એ સમય દરમિયાન                      મ્યુનિસિપલ કોર્પોરેશન મફત બોટિંગ ની સુવિધા આપી ને આંતરરાષ્ટ્રીય સ્તરે આની                 પેટર્ન રજિસ્ટર કરાવી ને વર્લ્ડ રેકોર્ડ ની દાવેદારી નોંધવા માં કેમ ઢીલાશ વર્તે છે ?

પ્રશ્ન ૭ :     મફત વાઇ-ફાઈ અગ્રિમતા પેલા શાળા ને  જરૂરી કે રસ્તાઓ ને ? ભારત સંચાર                         નિગમ લિમિટેડ ની આવડત માં કઈ શંકા છે તો આ વિદેશી કંપની સાથે ભાગીદારી                    કરવી પડે ?

પ્રશ્ન ૮ :   ગુજરાત ના મ્યુનિસિપલ કોર્પોરેશન એ સફાઈ કામદાર ની સુરક્ષા માટે કેટલી કીટ                      લીધી? આ ૧૯૪૭  નથી ને ? 

પ્રશ્ન ૯ :    શહેરી જંગલ વિસ્તાર નું સંરક્ષણ એ મ્યુનિસિપલ કોર્પોરેશન ની જવાબદારી છે આના                 પર શું એવી કઈ કામગીરી કરી કે રાજકોટ જેવા શહેર માંથી કાગડા જ ગાયબ થઈ                     ગયા? ધ્યાન નો રાખ્યું તો ચકલી જોવા પણ  જામનગર જવું પડશે “રિલાયન્સ ઝૂ” માં                 આ મ્યુનિસિપલ કોર્પોરેશન ની મહાન આવડત ના કારણે ખાનગી કરણ નો ઉદભવ                     થશે અને સરકારી રેવન્યુ ને ઉંધા હાથ ની થપ્પડ પડશે કેમ આમ?

પ્રશ્ન ૧૦ :     વધતાં જતાં શહેરી કરણ ને ધ્યાન માં રાખતા રમત ગમત ના મેદાન પૂરતી માત્રા માં                   છે? જે છે એને પણ સંભાળી શક્યા છો? આવી રીતે પોચી શકીશું આપણે                                   ઓલમ્પિક માં?

પ્રશ્ન ૧૧ :  વિકલાંગ નાગરિકો માટે આજે પણ ડિજિટલ ચેર ઉપલબ્ધ કેમ નથી? શું આપણે                        ડિજિટલ ઇન્ડિયા શબ્દ અંગ્રેજી સામયિક માં સારું લાગે એટલે લખ્યો છે?

પ્રશ્ન ૧૨ :    ૨૨ -૨૫ મજલા ની ઇમારતો ની ધડાધડ મંજૂરી આપી દીધી છે માનો કે કોઈ                                 કારણસર ત્યાં આગ લાગી અને અગમ્ય કારણોસર ત્યાં ની આગ પ્રતિરોધક પ્રણાલી                 બંધ છે તો ફાયર અને સેફ્ટી પાસે ઓન ધ સ્પૉટ એવી કઈ સુવિધા છે જેના થકી                         ૨૨-૨૫ માળ ની સીડી તાત્કાલિક બનાવશે?

પ્રશ્ન ૧૩ :     જે રીતે ગ્રામ્ય વિસ્તાર નું શહેરી કરણ થઈ રહ્યું છે તેને ધ્યાને દોરતા પાર્કિંગ નું શું                         આયોજન છે ? નો આયોજન હોય તો નવી મુંબઈ માંથી  પ્રેરણા લઈ કમ સે કમ                         કોપી તો મારો ..

પ્રશ્ન ૧૪ :     શહેર સિટી બસ ના બસ સ્ટોપ માં મુસાફર ને બેસવાની તો ઠીક ઊભા રહેવાની તો                    વ્યવસ્થા કરો . થોડી ઘણી ભાવના હોય તો બાળકો અને પ્રેગ્નન્ટ મહિલાઓ નું પણ                    વિચારણા કરાઈ એમાં કઇ ખોટું નથી.

પ્રશ્ન ૧૫ :     ગુલાબી ક્રાંતિ માટે અભિનંદન, પણ કતલખાના માટે તમને નથી લાગતું કોઈ                             ચોક્કસ જગ્યા ની ફાળવણી કરવી પડશે. શહેર ની વચ્ચે રાખવા થી તો નાના                             બાળકો તેમજ ૧૮ વર્ષ થી ઓછી ઉમર ના નાગરિકો ના મગજ  પર ગંભીર અસર                         પડશે.

પ્રશ્ન ૧૬ : જાહેર રસ્તા પર પાણી ની કેટલી પરબ બાંધી ? પરબ છોડો કેટલી નાંદ મૂકી? રાજકોટ                જેવા શહેર માં તો મેયર ના ઘર ના દરવાજા પાસે હતી એ પણ કાઢી નાખી. શહેર ની                   શેરી ઑ માં ચર્ચા છે કે આના પાછળ કોઈ ની રંગભેદ ની માનસિક બીમારી હતી                         એટલે કાઢી નાખી. શું તે ફરીથી ત્યાં મુકાશે ?                                    

Comments