સોફ્ટવેર સાથે “શાસ્ત્ર” પણ અપડેટ કરીએ.
સોફ્ટવેર સાથે “શાસ્ત્ર” પણ અપડેટ કરીએ.
હિંદુ ધર્મ ના શાસ્ત્ર
મા લખવા મા આવ્યું છે કે કોઇ સ્ત્રી પોતાના માસિકધર્મ દરમિયાન જો રસોઈ કરી ને
જમાડે તો એ આવતા જન્મ મા કૂતરી ના અવતાર મા જન્મ લેશે, આ ઉપરાંત એ સમય ગાળા દરમિયાન જો કોઇ પુરુષ એ સ્ત્રી ના હાથ નુ બનાવેલુ જમસે તો એ આવતા
જન્મ મા બળદ નો અવતાર ધારણ કરશે. આ શબ્દો છે ભુજ ના સ્વામીનારાયણ મંદિર ના સ્વામી કૃષ્ણસ્વરુપદાસ ના જેમણે શાસ્ત્ર ના સંદર્ભ
કહ્યા હતા ...
આપણે
જાણ્યે છીએ કે હિંદુ ધર્મ એક ૫૦૦૦ વર્ષ જુનો ઇતિહાસ ધરાવે છે. આ શાસ્ત્રો ને હકારાત્મક
રૂપે લેતા બન્યુ હશે કે ૫૦૦૦ વર્ષ પેલા વિદ્વાન માણસો એ અનુભવ પર થી લખ્યું હશે જેથી
મહામારી થી બચી શકાય પણ આજ ના જમાના મા આ વાતો કેટલી સાર્થક નીવડે ? હવે સમય આવી ગયો છે કે કાંતો આપણે “શાસ્ત્ર” અપડેટ કરીએ , કાંતો સાચું અર્થઘટન કરીએ બાકી સમાજ મા ભણેલ તેમજ શાસ્ત્રિક વિદ્વવાનો વચ્ચે
ક્યારેય નો ભરાઇ એવો ફાંટો પડસે.


Comments
Post a Comment